ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ રીતે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

• *પાણી ધરાવતાં ફળ અને શાકનો ઉપયોગ વધારે કરો*
• *શક્ય હોય તો તડકામાં બહાર જવાનું ટાળવું*
• *તેલવાળો ખોરાક ઓછો કરી દેવો*


ગરમીની શરૂઆત આ વર્ષે એકદમ જ વધુ પડતી થઈ ગઈ છે. તેની સાથે સાથે જ માંદગી વધુ થઈ છે. જેમ કે, વાઇરલ તાવ, શરદી, ખાંસી વગેરે ચાલુ થઈ ગયાં છે. હવે વસાણાં છોડીને પાણીવાળાં ફળ અને શાક જેમ કે, તરબૂચ, તૂરિયાં, કાકડી શરૂ કરવાનો સમય પાકી ગયો છે.

*પાણીનો ઉપયોગ વધારી દો*

1.આમ તો ગરમી શરૂ થઈ છે માટે પાણી પીવાનું મન તો થયા જ કરે છે, પરંતુ વધુ પડતાં ઠંડાં પીણાં કે બરફવાળી વસ્તુનો ઉપયોગ કરવાને બદલે સાદા પાણીમાં તુલસી, ફુદીનો, લીંબુ, લીંબુની છાલ સાથે મૂકી રાખો. આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછું 1 લિટર આવું પાણી પીઓ. તુલસીનો વધુ ઉપયોગ કરવાને કારણે શરદીમાં પણ રાહત મળશે.

*તુલસી, આખા મરી વાપરો*

2.અત્યારે સવાર હજુ પણ ઠંડકવાળી જ હોય છે, માટે સવારના સમયે નયણા કોઠે 5-6 પાન તુલસીનાં ખાવ. તે સાથે 2થી 3 કાળાં મરી ચાવીને ખાઈ લો. આમ કરવાથી શરદી દૂર થઈ જશે. વધુ પડતી ગરમી શરૂ થાય ત્યાં સુધી આ પ્રયોગ કરી શકાય છે.

*ફળફળાદિનો ઉપયોગ*

3.ઉનાળામાં ઊગતાં શાકભાજી જેમ કે, તરબૂચ, ટેટી વગેરે પાણી ધરાવતાં ફળ છે. તે શરીરને ડિહાઇડ્રેટ થવા દીધા વગર સ્વાદ પણ આપે છે, પરંતુ હજુ ગરમીની શરૂઆત જ છે. જ્યારે નારંગી, પાઇનેપલ વગેરે સાઇટ્રિક ફ્રૂટ ખાવાથી એલર્જીને કારણે ખાંસી-શરદી વગેરે થઈ શકે છે, માટે આ સિઝનમાં નારંગી, મોસંબી, પાઇનેપલ વગેરેનો ઉપયોગ ઓછો કરવો. જો શક્ય હોય તો હમણાં આ સિઝનમાં આમળાંનો ઉપયોગ પણ બંધ કરી દેવો. આમળાં ઠંડાં છે અને માટે આ સિઝનમાં તેનાથી પણ શરીદી, ખાંસી થઈ શકે છે.

*ખોરાકમાં મીઠા અને મરીમસાલા ઓછા કરો*

4.વધુ પડતાં મરીમસાલા અને મીઠાવાળો ખોરાક ખાવાથી ગરમી વધુ લાગતી હોય છે અને પરસેવો પણ વધુ થતો હોય છે. વધારે પડતા સોડિયમવાળો ખોરાક ખાવાથી ગરમી વધુ લાગે છે, માટે જ ચૈત્ર મહિનામાં અલૂણાં કરવાની રીત જૂના જમાનાથી ચાલી આવે છે. ઉનાળાની શરૂઆત સમયે જો વધુ પડતું મીઠું ન વાપરો તો ઉનાળા દરમિયાન શરીરમાં ઠંડક રહે છે. તદ્દન અલૂણાં કરવાથી શરીરના ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ થઈ જાય છે અને ક્રેમ્પ આવી શકે છે, પરંતુ આખા દિવસમાં એકાદ વખત જો મીઠા વગર ખાવામાં આવે તો તે ફાયદો કરે છે. જેમ કે કેરી અને રોટલી, ટેટી અને રોટલી, ખીર-ભાખરી વગેરે સાંજે વાપરવાથી શરીર સારું રહે છે.

*ચા-કોફીનો ઉપયોગ ઓછો કરી દો*

5.શિયાળા દરમિયાન આપણને સ્વાભાવિક રીતે જ વધુ પડતાં ચા-કોફી પીવાની ટેવ પડી જાય છે. વધુ પડતાં ચા-કોફી પીવાથી શરીર ડિહાઇડ્રેટ થતું હોય છે. તેના કારણે વધુ પાણી પીવાનો ફાયદો પણ ઓછો થઈ જાય છે. માટે જ ઉનાળા દરમિયાન ચા-કોફીનો ઉપયોગ ઓછો કરવો જરૂરી છે. વધુ પાણી માટે છાશ, ગ્રીન ટી, નાળિયેર પાણી, લીંબુપાણી વગેરેનો ઉપયોગ વધારી દેવો.

Stronghold offers top quality, world-class products, and services. Stronghold appreciates the contribution to the betterment of our lives. Stronghold serves the customers with the quality air compressors from Anest Iwata Motherson, industrial cleaning equipment from IP Cleaning, Pneumatic Staplers, and Tools from KAYMO, Pure & Safe Drinking Water solutions(WHO Standards) from Eureka Forbes. Contact Nikhil 9376214434 Vadodara vgivethebest@gmail.com . For more info visit us

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *